ઇનવેસ્ટ મારી લાગણીનું જેમનાંમાં કરું છું
ત્યાં દૂરતા સાથે વિરહનું વ્યાજ કાયમ રળું છું
કાયમ મુલાકાતો થશે એવું એ બોલ્યાં હતા,પણ
એ યાદ આપીએ તો ક્હે હું બહું જ બીઝી રહું છું
એ વાત ટેલીફોનમાં કરવાનું ટાળે છે કાયમ
પાછાં મને મેસેજમાં કહે કે હું દિલમાં વસું છું
તારા વિના પળ એક ચાલે નહિ,મે એને કહ્યું,તો
એ કહે છે હાલત આપની જોઈ મનોમન હસું છું
હું કહું છું કે ક્યારેક તું રીપ્લાઇ ગમતો મને આપ
તો મોં ફૂલાવીને મને કહે તમને હું ક્યાં ગમું છું?
હું કહું અહીંયા યાદ ઘણની જેમ આવી ચડે છે
એ કહે રસોઇ ધરમાં ગમતા ગીત હું ગણગણુ છું
કાયમ પૂંછું છું કેમ તું આવું કરે છે મને કહે?
એ ક્હે છે એ કારણથી હું સૌથી વધારે ગમું છું
એ ક્હે તમે શાયર છો તો ચાહે ઘણી માનૂનીઓ
તો મે કહ્યું આખા જગતમાં માત્ર તુજને ચહું છું
અંતે મહોતરમાને મારી ચાહ આવી સમજમાં
એ કહે મને છાને ખૂણે ક્યારેક હું પણ રડું છું
- નરેશ કે.ડૉડીયા