સંવેદના ઝીલતા ,શીખવે દિલદારી,
હોય છે ખૂદ માં સદાય, ખબરદારી;
અશ્રુઓનો ,ભાર ઝીલે છે પાંપણો,
રંગને રૂપ એનો નિખાર હોય ભારી;
મોજ મસ્તી માં, ઢળતી સંધ્યાએ,
રંગીન છવાઈ છે સૂરજ ની કિનારી;
બેખબર હતો જ ક્યાં, નાટક બાજ ,
રંગ એ દિલની હતી ત્યાં જ ખૂમારી;
આનંદ બેહિસાબ ખૂદ માં પામ્યો ને,
ઉજાણી અનંત અનુરાગની છે માણી;