છે આપણું શું ,આ જગતમાં,
શાને કાજે ચિંતા કરવી પછી;
રેતી જેવું સરકતું છે આયખું,
શ્વાસમાં જિંદગી, આશ પછી;
વખત ના વ્હેણમાં, વહેતું રહે,
ક્ષણીક છે, જીવન સપનું પછી;
તમસને ત્યજી, રજોગુણી થા,
સત્વ માં સજાવટ કરી ને પછી;
ઉપભોગ નહી , ઉપયોગ કરીને,
નિર્વાહ અનાસક્તિમાં જ પછી;
આનંદમય અનુભૂતિ, અદ્વૈત ની,
ભુક્તિ મુક્તિ પાર, હયાતિ પછી;