પાણી ને વાણી ,સંભાળ આપ રાખતી,
એક ઘા ને ટુકડા, સંબંધો ને દૂર રાખતી;
મધુર પ્રવાહ નિરંતર , વહેતું ઝરણું દોડ્યું,
ઘોડા પૂરમાં જીવ ને, અધ્ધર જ રાખતી;
વાક્ બ્રહ્મ શબ્દાત્મક અનૂભૂતિ ઉપાસના,
મંત્ર જાપ માં મનોરથો ની પુર્ણતા રાખતી;
જળ આધારે પૃથ્વી, જીવન છે પ્રાણીનું,
જલ ભાવ ઊર્મિ દિલમાં, સંભાળી રાખતી;
આનંદ સરાબોર ચિત્ત ,ચૈતન્યમય વિલાસે,
મનોભાવ અંતર્દ્રષ્ટિ , ભાવાશ્રુ માં રાખતી;