નથી તું મારી સાથે હવે એનો અહેસાસ છે મને ,
પણ જીવું છું કયાંક તારામાં એ વિશ્વાસ છે મને...
ભરીજો શ્વાસ તું મળીશ હું તારામાં હજી તને ,
આંખ બંધ કરી તું જો આલિંગન દઈશ હું તને...
અહેસાસ છે હજી તારો એ જ જીવાડે છે મને ,
સહવાસ માણી લીધો આમજ ભલે તું મળે ના મને...!