ખોળુ છું, ક્યાંક તો,
ખોવાઈ ગયું છે;
અસ્તિત્વ
અસ્તિત્વ મારું,
રખેને, ઈન્દ્રિયો ના એ,
વિષયો માં સરાબોર,
મનના માંડવે,
ગુથાયુ છે, કે
લય વિલય, ના પ્રવાહે,
તણાયુ છે, જરૂર,
અસ્તિત્વ મારું,
બુદ્ધિના તર્કની તકરારમાં,
અનિર્ણિત ખુદ માં
ખોવાઈ ગયું છે,
મારું અસ્તિત્વ;