શબ્દોની માયાજાળ છે ,, કશું નથી,
વાહ વાહી હાલ ફક્ત, બીજું નથી;
જગત ને સુધારવા ની કોશિશ ખોટી,
ખૂદ સુધાર્યા રૂડા, એવું બીજું નથી;
સ્વાર્થ માં સબળતી, જિંદગી છે દુઃખી,
નિષ્કામ કર્મ જેવું સુખ , બીજું નથી;
પરાણે પ્રીત થતી હોય ક્યાં દુનિયામાં
નીજ આનંદ જેવી પ્રિત , બીજે નથી;
સહજ સ્વાભાવિક છે, વિશ્રાંતિ ખૂદમાં,
બહાર ખોળે માથાકૂટ , બીજું કશું નથી;