#સપનાનુ આકાશ
લખતા લખુ એવી વાત લખાતી નથી,
ક્ષણ બેઠો વિચારોને બે ચાર મઠારી,
કાગળ ને કલમ બંને શણગારી બેઠો,
અક્ષર શાહીએ કોરાયા કૂણા સપના,
સપનાનુ આકાશ ને સમંદર ના વાદળ,
મોઝા રુપી મન ને હલેસા રુપી સપના,
સમણાની વાટે અમે પંખી પાંખે ઉડ્યા,
બાથ ભીડી ભોમકાથી અલગ જીવ્યા,
ધરતીની પછેડી માપી અંતર અંકાવ્યુ,
ક્ષિતિજે મળ્યા જ્યાં એ અંગત મળ્યા,
વિજ વાતો વલોલતો કલમની કૃતીએ,
સપનાનુ આકાશ ક્યા અધુરુ કે પુરુ?
--વિજુ