દિલ તો બેકરાર છે, ધડકનો કેમ ફરાર છે,
નજર નૂર બેકરાર છે, ધડકનો કેમ ફરાર છે.
સહારો જોઈએ શું? પાંખો કલ્પના ની હોય,
ભાવ લાગણી ભળવા, સ્પંદનો કેમ ફરાર છે
રોશન આ ચહેરા પર, આંસુની નદીઓ વહે,
રૂખસત હુશ્નને મળવા , યુવાની કેમ ફરાર છે.
છુટી જાય ખુશીનો , જામ ક્યાં સુધી જીંદગી,
મોત મહેબુબા મળવા, ઉમ્મીદ કેમ કરાય છે.
શિકવા ને સીકાયત , કરતાં રહેશો ક્યાં સુધી,
મિલની મધુરતા કળવા , દિલ થી કેમ ફરાર છે.
ઉલ્ફત નો દરિયો જ, કઠીન તો છે તરી જવાનો,
જાને જીગર ને મળવા, જિંદાદિલી કેમ ફરાર છે.