આ પ્રેમ નથી, ખરેખર વહેમ છે,
બાંધી મનમાં, ભોગવૃતિ એમ છે;
ઝંઝાવાત છે જિંદગી, અસંતોષ,
મન બુધ્ધિ ઈન્દ્રિયો, માં એમ છે;
દેહ અધ્યાસ માં, જીવંત દંડવાનુ,
આત્મા ભાવ વિખૂટા રહે એમ છે;
યુગલ સ્વરૂપે રાસલીલા, રસમયી,
અમૃત રસપાન,અહં શૂન્ય નેમ છે;
દ્વેત અદ્વૈત અનુભૂતિ થાય ,મનથી,
મનની પાર આનંદ ,રૂપ હેમખેમ છે