હું મરી જાય , તું તરી જાય મજા છે,
અંહકાર માં ડૂબી જવું ,એ સજા છે;
વિવેક ત્યજી ને, રાગમાં અનુરાગતા,
ભૌતિક સુખ માં ,ભળી જવું કઝા છે;
સાંભળી ને ભૂલી ચૂક્યા સત્ય સ્વરૂપ,
અસત્ય આજે બન્યું ધર્મ ની ધજા છે;
ખોવાઈ જવું ઈચ્છા તૃષ્ણા ને દ્વાર પર,
મનભાવન મૌજ માં, રંગરાગ મજા છે;
આનંદ ચાલો ડુબકી ,લગાવીએ ખુદમાં,
સરકતાં સંસાર ની ,. મનોલયે રજા છે;