કોઈ ને મળી જાય રહેમત,
કોઈ ને ફળી ,જાય જહેમત;
નસીબ છે કર્મનું ફળ પાકેલું,
પ્રારબ્ધ વેગે , ભોગ નો મત;
પ્રેમ એટલે ,ત્યાગમાં જિંદગી,
જીવન ફનાની ફિતરત માં રત;
રસપ્રદ છે રસનાં, વાક્ શક્તિ,
સત શાશ્વત , પ્રકૃતિ અનુરક્ત;
આનંદ સ્વરૂપ માં સહજ તદ્રૂપ,
જીવન સમાહિત , સમાધિ રત;