ભાઈબીજ નિમિત્તે
મારો વીર...
જે મારી દરેક વાત વગર કીધે સમજી જયાં
મારો વીર
વારે ઘડીએ કંઇક ને કંઇક
કામ ચીંધે
મારો વીર
કયારેય અડપલાં કરે ને સીધો સીધે ન રહે
મારો વીર
કોઈ વાત મા ખોટી હોય તો પ્રેમ થી ખીજે
મારો વીર
જો રૂઠી જાવ એનાથી કયારેક તો મીઠી વાતો કરી
રીઝે
મારો વીર
મારા હાથે જમાડુ જો એકવાર ઘરે આવે
મારો વીર
અમારા ઘર નો કુળદિપી
સવૈદ જવલંત
વરસો વરસ પ્રગતિ કરે
મારો વીર
હોય હર ભાઈ બીજે મારા ઘરે
મારો વીર