મોત ના પારખાં , હોય છે ખરાં?
સ્વાનુભૂતિને પ્રશ્ન,હોય છે ખરાં?
પ્રેમજ કર્યો નથી, વ્યાખ્યા કેવી?
ત્યાગીને બંધનો, હોય છે ખરાં?
સ્વાદમાં ફસાયેલા,રૂપ રસ ગંધમાં,
અમની ને અભરખા,હોય છે ખરાં?
સેવા મેવા સજોડુ છે, કળીયુગમાં,
નિ: સ્વાર્થી બેકલા, હોય છે ખરાં?
આનંદ સદૈવ, અનુભૂતિ સ્વયં માં,
અશાંત સમાધિમાં, હોય છે ખરાં?