લ્યો, હવે બાંધવું છે, પ્રેમ માં,
બધા ખેલ છે, આ વહેમ માં;
અમર્યાદ ને,બાંધી રહ્યો ક્યાંક,
મર્યાદા ઉસુલો ની છે,વહેમ માં;
જીસ્મ થી જોડી, જવાનું ક્યાંક,
કબરની ખબર છે,આ વહેમ માં;
સંબંધોના તાણાવાણા સજાવી,
ભાવની ભવાઈ છે,આ વહેમ માં;
પ્રેમ પામી લેવાનું, ખૂદમાં નિરંતર,
બાહ્ય ક્લેવર ભાસે,આ વહેમ માં;
====================