બેશક, સ્વપ્નશીલતા , સ્વરૂપે રૂપમાં,
ખૂલી આંખનાં સપનાં, સ્વરૂપે રૂપમાં,
પ્રકૃતિમાં સજાવી,ગુણાત્મક જિંદગી,
આનંદ અંતરંગ, ચૈતન્ય સ્વરૂપે રૂપમાં,
ખેલ છે પ્રકાશ ના, પાથરણાં જલ રૂપે,
મેઘ ધનુષ નો અહેસાસ થાય, રૂપ માં;
નયનરમ્ય દ્રશ્ય જોવા ,નીરખે શ્રી હરિ,
રાધા કૃષ્ણ ઝાંખી સદૈવ સગુણ રૂપમાં;
આહ્લાદિનીએ પ્રકૃતિ ,સ્વયં રાધા સ્વરૂપે
ચૈતન્ય અર્ધનારીશ્વર સ્વરૂપ છે રૂપમાં;