એટલે ચા..!
સવાર ની શરૂઆત નો સૂર્યઊય
એટલે ચા...
સાંજ ની અંતનો સૂર્યાસ્ત
એટલે ચા...
ઓફિસમાં બે વખત પાંચ મિનિટ નો બ્રેક
એટલે ચા...
ચાની કીટલી એ મિત્રો સાથે ગપસપ
એટલે ચા....
સાંજે થાકી ને ઘરે આવેલા પતિને જોઈએ
એટલે ચા...
પતિ-પત્ની ની મીઠી નોકઝોક પછી પ્રેમ
એટલે ચા....
ઘરે આવેલા મહેમાનોની મહેમાનગતી
એટલે ચા...
માથાં ના દુખાવા ની એક માત્ર દવા
એટલે ચા...
બે ભાઈઓ ના ઝગડાનુ સમાધાન
એટલે ચા...
મુડ ખરાબ હોય તો ઠીક કરવા
એટલે ચા...
નવરાશ ના સમય મા પીવાતી
એટલે ચા...
ગુજરાતીઓ ના રસોઇઘર ની સાન
એટલે ચા....
જીવનનું જાણે અવિભાજ્ય અંગ
એટલે ચા...