દિલ માં છો મારા ,
દિલ માં છું તારા બસ એની જ ખાતરી નહિ.
લાગણી માં તો હું ભીંજાયો,
લાગણી હતી તારી,બસ એની જ ખાતરી નહિ.
પ્રેમ માં હું બંધાયો,
પ્રેમ હતો તારો બસ એની જ ખાતરી નહિ.
દિલ માં રાખ્યો તે દીવો,
પ્રકાશ હતો તારો બસ એની જ ખાતરી નહિ.
તું અને હું એક થયા,
તું હતો મારો બસ એની જ ખાતરી નહિ.