દર્દની સાથે દોસ્તી જ, થઈ ગઈ છે હવે,
ઝખ્મોની ખંજવાળ , પણ મસ્ત છે હવે;
કોરી કટ થઇ આંખો , આંસુનો દૂકાળ છે,
ઈન્તજાર વગર સમય, પણ મસ્ત છે હવે;
લાશને સાચવી રાખીએ, ક્યાં સુધી આમ,
વિરહના ભળકે બળીને,પણ મસ્ત છે હવે;
સ્મશાનની રાખ જેવો, રંગરૂપ નો સહેવાસ,
રાગ વિરાગ વિતરાગમાં ,પણ મસ્ત છે હવે;
જિંદગી વજહને વજૂદ ખોવાઈ જાય જ્યાં,
આનંદ એ અનુભૂતિ માં, પણ મસ્ત છે હવે;