કદીક દૂર ને કદીક , નિકટ હોય છે,
હું જ મારાપણાથી ,નિકટ હોય છે;
અહં તરફેણમાં, દ્વન્દ્વ પામ્યો ઘણા,
ચક્ર વ્યૂહ કર્મનો' ય, વિકટ હોય છે;
છાઈ મસ્તી વસંતોત્સવ યુવાનીમાં,
રંગત મોજ જીંદગી,ચટપટ હોય છે;
શાદી ખૂશાલીને, સંતાન ત્રેવડ પછી,
સંસારિક ફરજો માં ,ખટપટ હોય છે;
ભૂલ્યા ત્યાંથી ફેર ગણી લો, જિંદગી,
આનંદ બેહયાત દિલ , કપટ હોય છે;