રાધા તો સદાય છે , અમૃત ધારા,
પ્રેમનો પાઠ ,સર્વ પ્રથમ આ રાધા;
ત્યાગીને ભોગવે, સર્વત્ર કૃષ્ણ જો,
આકર્ષક અનંત અનુરાગ ની ધારા;
નિજ અસ્તિત્વ ,મિટાવી દીધું જ્યા,
સકળ વિશ્વ ચૈતન્યમય ચિંતન ધારા;
પ્રેમ રસ પ્યાલો,ભર્યો છે ભરપૂર જો,
અનંત આનંદ સ્વરૂપ, અમૃત ધારા ;
=======================