સુમન સુમધુર આ જીંદગીની ખીલી ઊઠે,
સાથ તસંવેદનશીલ , કોમળ ખીલી ઊઠે;
રૂગ્ણ છે હ્દય સ્વાર્થ માં,ખુશીઓ શોધતા,
નિ: સ્વાર્થ પ્રકૃતિ માં જીવે તો ખીલી ઊઠે;
નયનરમ્ય દ્રશ્ય છે, પ્રેમ સ્વરૂપ થી ભરપુર,
ત્યાગી દ્રષ્ટિ જેમની ,વ્યવહાર ખીલી ઊઠે;
પોષતું તે મારતું કદી , ઘટના ઘટે પ્રાકૃતિક,
જીવન મૃત્યુ સમજ ,સોહમ માં ખીલી ઊઠે;
આનંદ મંગલ સ્વરૂપમાં, સહજ છે વિશ્રાંતિ,
ખૂદની સફર સ્મિતમાં,શબ્દો માં ખીલી ઊઠે;