બેશક, લૂંટાવી , જ દેવાનું છે,
પણ આવડત કોઈને ક્યાં છે?
હકીકતમાં,તો છૂટી જાય બધું
અંતકાળે સાથે, કશું ક્યાં છે?
સમજ નથી , સાચી જીવન ની,
પ્રકૃતિ માં સ્થાયી, કશું ક્યાં છે?
અણધડ છે ખયાલી, જીંદગીને,
સ્વપ્નમાં તો વળી,સત્ય ક્યાં છે?
આનંદ બેહિસાબ છે, જીવંત ને,
સાચેજ જીવંત, કેટલા ક્યાં છે?