મળે નજરમાં વરસતુ ,અમૃત અહીં તો
નજારો પછી નો,. રંગીન જરૂર હશેને?
ઝખ્મોથી રાહત, મળશે નક્કી અહીં તો
દર્દે દિલ મરહમી , સંગીન જરૂર હશે ને?
વરસી જ પડશે ,મીઠી વાદળી અહીં તો,
પ્યાસી રૂહ તેમાંય , લવલીન જરૂર હશે ને?
ઝાંઝવાની તમન્ના, ત્યાગી દીધી અહીં તો,
અમૃત ઝરણે ભીતર તલ્લીન જરૂર હશે ને?
છોડી દેવાની ખોટી,કાલ્પનિકતા અહીં તો,
આત્મા આનંદ માં દિલ, લીન જરૂર હશે ને?