હ્રદય એ ધડકનો, ધડકતું હોય છે,
દિલ ભાવના થી. ,ધડકતું હોય છે;
ધડકે છે પાંદડે પાંદડે, વસંત અહીં,
ફુલો પર ઝાકળ,. ચમકતું હોય છે;
જમાવટ છે, સ્વપ્નશીલતા મનમાં,
વિચારો થી મન, મલકતું હોય છે.
બુદ્ધિ વામણી છે, તર્ક ની તકરારમાં,
નિર્ણય માં તેજ , વિલસતું હોય છે;
છોડી દેવાની ઉદાસીનતા, જીંદગીમાં,
દિલ આનંદ માં સદા, હસતું હોય છે;