ખીલે છે ફુલો અને કરમાય છે ફુલો,
પ્રકૃતિમાં પ્રેમાળ , શરમાય છે ફુલો;
કરવામાં જાય છે, કંસાર, અજાણે,
હોંશ માં હરખપદુડા, થાય છે થૂલો;
તૃષ્ણા ની લ્હાય , લાગી છે મનને,
ઈચ્છા ની અટારિએ , ઝૂલે છે ઝૂલો;
ગૂનેગાર છે સ્વયં, પારકુ માને પોતાનું,
જીવભાવે કરી રહ્યો છે, બચાવ લૂલો;
માનવ જીવતો મન ,તર્કને બુધ્ધિ થકી
આનંદ સહજ આપમાં, કદી ના ભૂલો;