દર તરફ થાય છે, હર તરફ થાય છે,
મન માં મુંઝવણ, કોઈ તરફ થાય છે;
વિલસતા ચિત્ત માં, રંગ રાગ જિંદગી,
સ્વૈરવિહારી મનોભાવ તરફ થાય છે;
કેદ નથી પંખી, છે નીલ ગગન વિહારી,
સાંજ પડી જ્યાં, માળા તરફ જાય છે;
તૃષ્ણા ની ઊડાન છે, નીત નવીન અહીં,
અનંતની ચાહત, રાહત તરફ જાય છે;
પામી લેવાનું ખૂદમાં, છે સરનામું શાશ્વત,
આનંદ દિલ રૂહાની, દિલ તરફ જાય છે;
=======================