વેદના ઓ બતાવતા અમને નથી આવડતી
તમે સંવેદના બની વાંચતા શીખી જાવ ને
જેમ કલમ સમજે શાહી ને
એમ તમે પણ સમજતા થઈ જાવ ને
વિરહ ના દદૅ ને જીલવી નહી શકીએ
તમે આવી સાથે રડી જાવ ને
જેમ સૂર્ય ચંદ્ર એકબીજાના પૂરક છે
એમ તમે મારા પૂરક થઈ જાવ ને
જીવન નિર્વાહ માટે જેમ શ્વાસ જરૂરી છે
એમ તમે મારો વિશ્વાસ બની જાવ ને
હુ ને તુ મટી ચાલ ને એક બની જાવ ને