કદાચ........ શબ્દો'ય
પરિચય હોય...
એવું બને;
કે નિ:શબ્દ મુકામ એ,
પરિચિત હોય,
એવું બને;
ઉઠે સ્પંદનમય સ્ફુરણ,
પ્રેમ નો પ્રાદુર્ભાવ હોય,
એવું બને;
ખેલ માત્ર છે , પ્રાકૃતિક,
કૃતિ-આકૃતિ જિંદગી,
વૃત્તિ બને;
શૂન્ય માં સહવાસ પામે,
અશૂન્ય અસ્તિત્વ જ્યાં,
અપરોક્ષ બંને;
===================