ઉમ્મીદ નું જ આ ઘર છે જીંદગી,
કદી ઈચ્છા, તો કદી દિલ જલે છે
રહેમત નો ચિરાગ, રોશન મળે છે
નૂર નો આલમ, આ રૂહાની જલે છે
આ મહોબત છે , શબ્દ જાળ નહિ
ભાવસભર, અહીં તો શબ્દ જલે છે
મોતી વેરાયા છે, આંખો થી ગજબ
ભીતર દરિયા જેવું,આ દિલ જલે છે
પલકો પર છવાઈ, ગયું છે, જ્યા હુશ્ન,
ઈન્તજાર કરતી રૂહનો ,રસ્તો જલે છે.
જીંદગી ને મોત ની વચ્ચે, અંતર કેટલું ?
પુર્ણ પ્રેમ પામવા જ,પુર્ણ હ્દય જલે છે.