ખેલ છે સપના જેવી , રમત જીંદગી,
દ્રશ્ય સઘળું અદ્રશ્ય હોય છે જીંદગી;
તસલ્લી મળતી રહે , સુખની કલ્પના
હકીકતમાં ધોખો જ હોય છે જીંદગી;
સરકી રહ્યું છે સફરમાં બધું પરિવર્તન
સ્થિરતાનો આભાસ, હોય છે જીંદગી;
દ્રષ્ટિ દ્રશ્ય પ્રપંચ માં ,ખુમારી પ્રકૃતિમાં,
દર્શન અનિત્ય સદા હોય છે, જીંદગી
પડદો છે, જરાક ખસેડી લે અહંકારનો,
પુર્ણતા નો અહેસાસ ,હોય છે જીદગી;