સુકુન છે શોહરત છે કમાલ કમાલ છે,
નૂરાની નજર આયનો દિલ, કમાલ છે,
ખોઈ નાખી જાત ,ખર્ચાઈ છે જિંદગી,
આરામ છે દિલમાં, જીવન ધમાલ છે;
બેખૂદી ને બેબસી, મુઠ્ઠી ભરીને ભાગી,
જાગી જ્યાં ચેતના, દિન માલામાલ છે;
મોજમસ્તી મસ્તાની,ચાહત આસમાની,
ફડફડાટ પરિન્દાની એ,ઊડાન કમાલ છે
આનંદ ઉલફતનો દરિયો ,ડુબીને તર્યો છે,
રુહાનિયત ખેલ જિંદગી, મસ્ત હાલ છે;