પગ મૂકો તો સાચવવાનું,
જંગલ અંદર તોય જવાનું.
ભીંસી નાખે, મારી નાખે,
એવા અજગરથી બચવાનું.
કાગળ નામે ગામ બનાવી,
એમાં સહુને છે વસવાનું.
મ્હેલો બાંધી બેઠેલાને,
અંતે તો માટી જ થવાનું.
ચ્હેરા ઉપર હાસ્ય બતાવી,
ડૂસકાંઓ છાના ભરવાનું.
ફાવી જાશે સહુને મિત્રો ,
ખિસ્સામાં જળને ભરવાનું.
જન્મ અને મૃત્યુની વચ્ચે,
ચક્ર બનીને છે ફરવાનું.
પીડામાં ગઝલો લખવાની,
બીજું મારે શું કરવાનું?
-જિજ્ઞેશ વાળા