લાવ ખરલ જરાક , ઘૂંટી લઈએ;
કડવ મીઠા રસો ને, ઘૂંટી લઈએ;
જીંદગી ની બાજી ,હાર જીત ની,
ચાલ ઉલટી ચાલીને, ઘૂંટી લઈએ;
દર્દ ને ઝખ્મો ની, હવે ખબર કોને?
પીડા અમૃત સમાન, ઘૂંટી લઈએ;
હુંફ માગે વાંદરો,ક્યાંક સુઘરી જોડે,
તણખલું મનનું મનમાં, ઘૂંટી લઈએ;
આનંદ ચાલે ક્યાં , હોશિયારી કદી?
હોંશમાં એકડો ખૂદનો, ઘૂંટી લઈએ;