એવી ચાંદલિયા તણી ખીલી છે ભાત .
ગોરી રાધા રખે રમવા નીકળી રાસ ,
છે એને કાનુડાનો સારો એવો સંગાથ .
આપે છે એમાં ચાંદામામા પણ સાથ ,
વરસાવતા આજે શીતળતાનો વરસાદ .
કાનુડે અદાપુર્વક મુખે મોરલી ધરી છે ,
રેલાવતો પ્રેમના સૂરનો એ આસ્વાદ .
એમાય રૂડો લગતો કાન - ગોપીનો રાસ ,
ગગનમાં ગુંજતો આજે મોરલીનો સાદ .
થઇ મોડી રાત સૌ ઘરે જતા રહ્યા છે ,
થાકનું નામ નથી , રાધાને કાન છે આબાદ
રાધા અને કાનનો આ પ્રેમ જોઈ અગાથ
ઢળવાનું નામ નથી લેતી શરદપૂનમની રાત
― કિરણસિંહ ચૌહાણ