હવા ના પંખ , પહેરી ને શું કરું?
પડછાયા ઓઢી ને, ફરું શું કરું?
ગજબ ની માયાનગરી છે અહીં,
ખૂદ માં ખોવાઈ, શોધવા શું કરું?
ઝરણાં વચ્ચેથી પસાર થઇ જવું,
ટાઢળ વળે દિલમાં, પછી શુ કરું?
કલ્પના પંખ પહેરવા , મન પાસેથી,
સ્વૈરવિહારી મનોરોગી છું, શું કરું?
દ્વેત માં ભીડ નથી, અદ્વૈત માં બધું,
આનંદ ચિંતન ચૈતન્ય બીજું શું કરું?
??????????