પાણી પર લીસોટા, ક્યાં સુધી રહે છે,
રેતીના ઘર કિનારે, ક્યાં સુધી ખમે છે;
મનમાની કરી માનવો ,અહીં બધું રચે છે,
તરંગી સ્વભાવે સદાય, કલ્પનામાં રમે છે;
સરકતા ઓળાને, પકડવા ની રમત માં,
અંધકારે જુગનુઓ જેવા , જ ટમટમે છે;
રસદાર ફુલોનો, રસ માણવા નિત ભ્રમર,
ઉપવનમાં ગજબનો,નિરંતર ખેલ ખેલે છે;
આનંદ ક્ષણિક છે,સુખદુઃખ જીંદગી અહીં,
બાલીશ હરકતો કરી, સમય વેડફી મેલે છે;