જરાક હવાને હું., મુઠ્ઠી માં બાંધી લઉ છું,
મન ને હળવે હળવે, હળવાશથી લઉ છું,
મિત્ર એટલે જ છે, મન વિના વિનોદ શેનો,
પ્રતિભાવ ને આદાન પ્રદાન , ભવ્ય લઉ છું,
હોશિયારી છોડી દીધી, પતંગિયા પકડવાની,
જીવન બાગમાં ફૂલ બની, સુગંધ લઉ છું,
વખત તો વહી જશે, કાર્ય સાધતા રહો સદા
સમયસર સદ્ ઉપયોગ, ને મૈત્રી કરી લઉ છું,
મન જ બંધન,મન જ મુક્તિ વદે છે વેદવાણી,
આનંદ સ્વરૂપ હું ,મનોલયે સદૈવ કરી લઉ છું,