તપીશ છે હ્દયમાં ,ઉર્ધ્વગામી છે,
કોઈ જ્યોતિ ,પ્રજળવા લાગી છે;
બળબળતી આગમાં, લપકતીએ,
જ્વાળા જેવી ભાવના જાગી છે;
મૃગજળ પાછળ , દોડતી રહી છે,
ઈચ્છાએ અધુરી, પ્યાસ લાગી છે;
રાગી છે અનુરાગમાં, સ્વભાવે મન,
સંકલ્પ વિકલ્પમાં,સદાય ભાગી છે;
આનંદ જીવન જીવવું, પ્રેમ સ્વરૂપે,
કુરબાન દિલની એ ફિતરત રાગી છે;