ભાવસભર શબ્દાત્મક, મારી મુલાકાત છે,
પદ્ય ગદ્ય માં રસસભર ,મારી મુલાકાત છે;
હું શ્વસુ છું શબ્દો ની , લિજ્જતદાર મહેંક,
ને ફોરમ પ્રસરાવી જતી, મારી મુલાકાત છે;
દિલમાં દસ્તક દેતી , હળવી હુંફને લાગણી,
કલ્પના તરંગો જગાવતી,મારી મુલાકાત છે;
ધર્મ નું ધારણ , ને તૃષ્ણા નું મારણ કરતીએ,
દિલદાર શહેનશાહી ભરી મારી મુલાકાત છે;
શરણાગતિ છે પ્રેમ માં ,સર્વત્ર આનંદ સ્વરૂપ,
દોસ્તાના દિલે રાહત ભરી મારી મુલાકાત છે;