છે અસાર બધુંય જગત માં જૂઓ,
સાર દિલનો, કદી કોઈપુછતું નથી ને;
દર્દ છે દવા તો હશે જ જરૂર દોસ્તો,
હાલ દિલ નો ઘાવ કોઈ પુછતું નથી ને;
હું જ હારી જવાની, રમત છે જિંદગી,
ખોટા અંહકારી ને, કોઈ પુછતું નથી ને;
પામવા ની ચાહતમાં,. ખોવાઈ જઈએ
ફના થવાની ફિતરત કોઈ ,પુછતું નથી ને;
રઘવાયો થાય છે, જીવ અંતકાળે અહીં,
ચિત્રગુપ્તને ચોપડે , સંપત્તિ,પુછતું નથીને;