દર્દ નો અહેસાસ, પોકળ તો નથી હોતો,
મખમલી સંસ્પર્શ , પોકળ તો નથી હોતો;
વાચા તો ફૂટશે , દુઝણા ઝખ્મો ને જરૂર,
શૂન્યતાનો સંસ્પર્શ , પોકળ તો નથી હોતો;
વલોવાઇ છોને જતું હૃદય અકથ્ય વેદનાથી,
પ્રશ્ચાતાપ નો સંસ્પર્શ પોકળ તો નથી હોતો;
સંસ્મરણો ના વાદળા બંધાયા કરશે સદા ય,
અશ્રુભીનો સંસ્પર્શ , પોકળ તો નથી હોતો;
મૃત સંબંધો નવપલ્લવિત, થાય છે કદી કદી,
સંજીવની કોઈ સંસ્પર્શ, પોકળ તો નથી હોતો;