આંગળીમાં મીઠડો સ્પર્શ હોય છે,
ભાવના માં,દિલનો , સ્પર્શ હોય છે.
ખોઉ છું જ્યાં,મારી હું હસ્તિ જ્યાં,
અંતરતમ ચૈતન્યનો , સ્પર્શ હોય છે.
રાત કળી અંધકારમાં કરતી તપસ્યા,
ફૂલોને ઝાકળ ભીનો , સ્પર્શ હોય છે.
માં ના ખોળામાં સ્વર્ગ, હોય છે સુંદર,
મમત્વનો ગજબ ભર્યો, સ્પર્શ હોય છે.
આનંદપ્રદ છે જીવન, પ્રાકૃતિક સહજ,
કુદરતી હરિયાળી નો, સ્પર્શ હોય છે.