તારા પ્રેમ થી લખેલી કિતાબ છું હું.. હૂંફ થી સિંચેલી વેલ છું ..
તારા શબ્દો થી શણગારેલી કવિતા છું .. અને તારી નજર થી ભીંજાયેલી ધરતી છું હું ..
તારા સ્મિત થી છલકાતો દરિયો. .. અને વ્હાલ માં સમેટાયેલુ આકાશ છું હું.....
તારા સાથ નો અર્થ.. તારા વિશ્વાસ નો ઉત્તર.. અને તારા અસ્તિત્વ નું પ્રતિબિંબ છું હું..