નવ દિવસની નવરાત્રી આપણે ખુશ કરીને ચાલી ગઇ...હવે તે ફરી આવશે આવતી સાલ..રહ્યા તો જોઇશું નહી તો હરિ હરિ..
કહેવાય છે કે જયારે નવરાત્રીમાં અંબે માતાના મંદિરે આપણે સાચા ને ભાવથી ગરબા ગાતા હોયએ છીએ તો મંદિરમાં બેઠેલી મા અંબે પણ અંદર બેઠા બેઠા આપણું બધાનું ધ્યાન આપેછે.
તેને ખુશી થાયછે કે જયારે આપણે તેના નામના ગરબા રમતા હોઇએ છીએ..પણ સાચા ગરબા તો મા અંબાના મંદિરે જ ગવાતા હોયછે જયારે ગમે ત્યા મંડપ તૈયાર કરીને ગવાતા ગરબા તો એક જાતનો ગરબાના નામે થતો એક જાતનો રાસ (ડાન્સ) જ કહેવાય..
મા અંબાનું નામ તો દરેક ગરબાની લાઇનમાં ભાગ્યેજ આવતું હોયછે
છતાંય લોકો તેને ગરબા કહેતા હોયછે આવા ગરબામાં ખાલી મનની ખુશી હોયછે પણ દિલની ખરેખર ખુશી તો નહીવત જ હોયછે..ગરબા ગાતા ગાતા પણ લોકોમાં અલકમલકની વાતો થતી હોયછે હાથપગ ભલે આઘાપાછા થતા હોય પણ મોઢેથી બબડાટ તો કોઇ બીજાનો થતો હોયછે આજે કોણ શું પહેરીને આવ્યુછે તે લોકોને જોવા જાણવાની વધુ દિલચસ્પી રહેતી હોયછે..ને સાથે સાથે ગરબા રમતા રમતા કોણ ગરબામાં પેઠુ ને કોણ ગરબામાંથી નીકળી ગયું તે પણ આંખો આપણી બહુજ ધ્યાન આપતી હોયછે..આજના ગરબા એ ગરબા નથી હોતા પણ વરસમાં એક વાર આવતા આવા નવ દિવસના નામે નવલી નવરાત્રી એટલે જ મોજ મસ્તી, ખુલ્લી આઝાદી, સૈને મનભરીને મળવાનો પુરતો સમય જ કહી શકાય..
હમણાં એક ગામમાં નવરાત્રીના એક દિવસે એવુ બન્યુ કે આખા ગામના લોકો મંદિરે ગરબા રમીને ઘરે ચાલ્યા ગયા મા અંબાના મંદિરે આરતી પ્રસાદ પણ ક્રિયા પુરી થઈ ગઈ ત્યારબાદ તે મંદિરના પુજારી પણ મંદિર બંધ કરીને ચાલ્યા ગયા ત્યારબાદ આ મંદિરના આંગણવાળી ગરબાની જગ્યા પણ સુમસામ થઈ ગઈ..
પછી અચાનક મા અંબા બંધ મંદિરમાંથી પોતે બહાર આવેછે ને બહાર આવીને પોતે ગરબાનું એક ચક્કર પણ મારે છે ને પછી તે પાછા પોતાના મંદિરમાં ચાલ્યા જાયછે આ ત્યારે ખબર પડી કે જયારે કોઇ એક ભાઇ મોડી રાત્રે પોતાના ખેતરમાંથી પરત ફરી રહયો હતો ત્યારે તે મંદિરના રસ્તે આવી રહ્યો હતો તો તેને આ નાના નાના કંકુના પગલા જોયા જે મંદિરમાંથી આવીને પરત અંદર મંદિરમાં ફરતા હતા આ જાણીને અમુક ગામ વાળા લોકો પણ ભેગા થઈ ગયા ને પછી આ અજીબ ચમત્કાર જોઇને ખરેખર બધાજ લોકો ડઘાઇ જ ગયા કે આમ કેવી રીતે બન્યુ! ગરબા જયારે લોકો રમતા હતા તો મંદિરની બહાર આવા પગલાં કોઇ જ ના હતા તો શું ખરેખર મા અંબે ગરબા રમવા બહાર આવ્યા હશે!
તમે વિચારો જરા કે મંદિરનો લાકડાંનો મુખ્ય દરવાજે એક તાળું હતું ને તેની આગળની જાળીએ પણ એક તાળું હતું તો પછી આમ કેવી રીતે બની શકે! સૈ કોઇ પોત પોતાના વિચારમાં મગ્ન હતા..પણ આપણે માનવું જ પડશે કે આવા ચમત્કાર ઘણી જગ્યાએ આમ તો થતા પણ હોયછે અને થાયછે કયાં! કે જયાં સાચા ર્હદયથી મા અંબાના ગરબા ગવાતા હોયછે સાચી જયાં તેની ભક્તિ થતી હોયછે ને સાચા જયાં તેના ભક્તો હોયછે ત્યા જરુર મા અંબા તેના અવનવા ચમત્કાર બતાવતી જ હોયછે..
ભગવાન છે ને તે દરેક જગ્યાએ હાજરાહજુર હોયછે બસ આપણી ભક્તિ ભાવના તેના માટે ચોખ્ખી હોવી જોઇએ.
જય અંબે માં.