હસે તેનું ઘર વસે, અકારણે હસે તો?
હસીને હળવા મજા માં દિલ ફસે તો?
ખસી ખસીને , કેટલું ખસે અસ્તિત્વ ?
ભૂંસાઈ જાય નામ ,હરોળથી ખસે તો ?
ઘસી ઘસીને કાનસ, કેટલું ઘસીને રહો,
ભાવ તાલે લોહીના , સંબંધો ઘસે તો ?
કસી કસીને જિંદગી ચાલે કેટલા ડગલા,
નસ નાડીને પ્રાણને, હદ બહાર કસે તો ?
આનંદ ઉલ્લાસથી, જીવવું સહજ રીતે,
નાગિન ડોલતી, ઈચ્છાઓ જરા ડસે તો?