રંગીન મહેફિલો,વેરાન ક્યાં હોય છે?
નાજૂક દિલનો , હાલ ખાસ હોય છે.
રોશન થશે દિલ આપનું, ચાંદની માં,
ચાંદો જરા ચમકે,પૂનમ કાશ હોય છે;
પતઝડની મોસમ વીતી જો,વિરહીણી
ફુલની જ રંગતનો,અહીં વાસ હોય છે;
ડૂબકી લગાવી દિલમાં,જૂઓ, તમે જો,
શ્વાસોની સરગમમાં, વિશ્વાસ હોય છે;
ઝાકળ ની બુંદો ચમકતી , પ્યારી પ્યારી,
દિલમાં' ય આનંદ ,રહેમત રાસ હોય છે;
==={{}}==={{}}==={{}}==={{}}===