હોય છે કંઈક તો અને કશું હોતું નથી,
આભાસ છે ભાસ,જેવું કશું હોતું નથી;
આકાશ માં દેખાતી નિલિમા અતિસુંદર,
સુંદરતા માં નીલત્વ જેવું કશું હોતું નથી;
શબ્દ તો વહન કરી જાય છે, ભાવનાને,
ભાવનામાં તો શબ્દ, જેવું કશું હોતું નથી;
પ્રેમની વ્યાખ્યા કરી ,શકાય નહીં શબ્દોથી,
ઉદબોધન પ્રેમ સ્વરૂપ,જેવું કશું હોતું નથી;
હોય છે અસ્તિત્વ જ્યાં,અહં છે વિસર્જિત,
આનંદ સ્વરૂપમાં અંહ , જેવું કશું હોતું નથી
=========================