નીચી નયન કટારી,એ મૃદુતા સવારી છે,
ભાવોની એ ખુશાલી, દિલમાં વધારી છે;
પ્રેમાળ સંસ્પર્શ કરીને, આરપાર ઉતરતી,
નૂરાની જ્યોતિ ઝળહળતી પ્રજવાળી છે;
બાંધી સ્નેહની સાંકળથી,અતૂટ વિશ્વાસે,
આસક્તિ મનથી,એને ખુબ શણગારી છે;
અહોભાવે ધન્યતા અનુભવી છે આત્મામાં,
સ્પંદનોએ પ્રેમના,લાવણ્યમયતા સુધારી છે;
ચૈતન્યમય ચેતનથી,સુકન ભરતી આનંદમય
પ્રકૃતિ ના ઐશ્વર્યમાં , પ્રેમ પૂર્વક નિહાળી છે;