તૂટીને આમ જ, વિખરાઈ ના જાઓ,
હસીને જરા , હોંશમાં આવી જાઓ;
નગણ્ય વાતો ને, વળગાડી ને દિલમાં,
છણકો કરી ગજબનો, કદીના સતાવો ;
રૂસણા ની મોસમ સાથે,. કરીને કિટ્ટા,
મનામણાં નો ટીકકા, માથા પર લગાવો;
દિલ્લગી નો દસ્તૂર હોય છે મહોબતમાં,
રબ્બર જેવું દિલ, ખેંચી ના ખિજવાઓ;
આનંદ તો સહજ છે, દર્પણ દિલ તમારૂં,
ચાહે સો પાઓ,જિંદગીમાં મોજ મનાવો;